U.S. University Fair in Ahmedabad: Interact with 25+ University Representatives

Mumbai: The U.S. Consulate General Mumbai and Indo American Education Society will hold a U.S. University Fair in Ahmedabad on November 1, 2015 at the Rajpath Club between 10.30 a.m. – 4.30 p.m. At the Fair, students and parents will have the opportunity to interact directly with Indian alumni who studied in the United States and attend in-depth sessions on the university application process, admissions tests, and how to apply for a U.S. student visa.  The University Fair is free and open to the public.

The Fair will have representation from more than 25 major U.S. universities, including Brown University, M.I.T., Stanford University, University of Southern California, and others.

Consular Officers from the U.S. Consulate General and advisors from the IndoAmerican Education Society will be on hand to deliver presentations and answer questions from students and parents on selecting a university and applying for a visa.  In addition, globally-recognized testing organizations—SAT, GRE, GMAT, and TOEFL—will send representatives.

“With the high quality and diversity of educational institutions available in the United States, I am confident that Indian students will be able to find a school that is the right fit for achieving their educational and personal goals,” said U.S. Consul General Tom Vajda. “We are bringing together alumni, education advisers, and Consulate staff at the U.S. University Fair in Ahmedabad so that Indian students and their parents can get the information they need to make the best decisions about their academic futures.”

For any queries prior to the University Fair, please contact either the U.S. Consulate at MumbaiPublicAffairs@state.gov or EdUSA through IAES ateduadviser@iaesgujarat.org and 079-26872391/2826.

For media queries, please contact, Priyanka Visaria: 9619523795; email:visariap@state.gov

# # #

Please find Gujarati version of the press release below.

અમદાવાદમાં અમેરિકન યુનિવર્સિટીનો શૈક્ષણિક મેળો

પચીસથી વધારે યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધવાની તક

મુંબઈઃ અમેરિકન કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને ઈન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટી દ્વારા અમદાવાદ ખાતે પહેલી નવેમ્બર, 2015ના રોજ અમેરિકન યુનિવર્સિટી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજપથ ક્લબ ખાતે રવિવારે સવારે 10.30 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ મેળા દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અમેરિકામાં ભણી ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તથા યુનિવર્સિટીની પ્રવેશપ્રક્રિયા, પ્રવેશ પરીક્ષાઓ અને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે કેવી રીતે અરજી કરવી એ બાબતે ઊંડાણમાં માહિતી પ્રાપ્ત કરવાની તક મળશે. આ યુનિવર્સિટી મેળો અને નિઃશુલ્ક છે, જેમાં સૌ કોઈ સહભાગી થઈ શકે છે.

આ મેળામાં બ્રાઉન યુનિવર્સિટી, એમઆઈટી, સ્ટેનફોર્ડ, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા જેવી પચીસથી વધારે અમેરિકન યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સહભાગી થશે.

અમેરિકન કોન્સ્યુલેટ જનરલના કોનસ્યુલર અધિકારીઓ અને ઈન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટીના સલાહકારો પ્રેઝન્ટેશન આપવા માટે તથા વાલીઓ-વિદ્યાર્થીઓના યુનિવર્સિટી પસંદ કરવા બાબતેથી લઈને વિઝા સંબંધી પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપલબ્ધ રહેશે. તે ઉપરાંત વૈશ્વિક સ્તરે જાણીતી વિવિધ પરીક્ષાઓ જેવી કે SAT, GRE, GMAT, TOFEL વગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.

“અમેરિકામાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તા અને શૈક્ષણિક સંસ્થાઓની વિવિધતા વચ્ચે મને વિશ્વાસ છે કે ભારતીય વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત ધ્યેયને હાંસિલ કરવામાં સહાયરૂપ બની રહે એવી શૈક્ષણિક સંસ્થા તેઓ ચોક્કસપણે શોધી શકશે.” એવું અમેરિકન કોન્સુલ જનરલ ટોમ વાયડાએ જણાવ્યું હતું. “અમે આ યુનિવર્સિટી મેળામાં અમેરિકામાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ, શૈક્ષણિક જાહેરાત ક્ષેત્ર સાથે સંબંધ રાખતા અને કોન્સ્યુલર અધિકારીઓને પણ એક સાથે ભેગા કરીશું. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને મળીને ઉત્તમ શૈક્ષણિક કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકે,” એવું તેમણે ઉમેર્યું હતું.

યુનિવર્સિટી મેળા બાબતે કોઈપણ પ્રકારની પૂછપરછ માટે અમેરિકન કોન્સ્યુલેટનો MumbaiPublicAffairs@state.gv ખાતે તથા એડયુએસએનો આઈએઈએસના માધ્યમે eduadviser@iaesgujarat.org અથવા 079-26872391-2826 પર સંપર્ક સાધવો.

મિડિયાસંબંધી પ્રશ્ર્નો માટે સંપર્કઃ પ્રિયંકા વિસરીયાઃ 09619523795, visariap@state.gov.